હનીટ્રેપમાં ફસાવનાર યુવતીની જામીન મંજૂર
માધાપર ના હનીટ્રેપના બનાવમા આહિર યુવાનને ફસાવનાર યુવતીની જામીન મંજૂર થયા હતા. આ હનીટ્રેપ અને મરવા મજબૂર કરવાના કેસમાં માસ્ટરમાઈન્ડ તરીકે મહિલા સામે આવી હતી. તેણે જેલની દીવાલો વચ્ચે આ આખો કૃત્ય રચ્યો હતો. આ ષડયંત્રમાં કાયદાવિદ્ વકીલો સહિત અનેકની સંડોવણી ખૂલતાં અનેક આરોપીની ધરપકડ થઈ હતી. . આ ષડયંત્રમાં યુવતી ની સામેલગીરી નીકળતાં તેની અટક કરવામાં આવી હતી. યુવતી એ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં ન્યાયધીશે એ તેના જામીન મંજૂર કર્યા હતા.