નાગોર ફાટક પાસે જુગાર રમતી બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
નાગોર ફાટક આગળ ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી બે મહિલા સહિત ચાર ખેલીને પોલીસે પકડી પાડયા હતા. ભુજની બી ડિવિઝનની પોલીસ ચૂંટણી અનુસંધાને બપોરે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાગોર ફાટક પાસે પહોંચતાં ખાનગી બાતમી મળી હતી કે, છોકરીઓના મદરેસાની પાછળ છૂટાછવાયા મકાનમાં શખ્સના મકાનની પાછળ લીમડાના ઝાડ નીચે જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં ગોળ કુંડાળું કરીને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા શખ્સો અને મહિલાઓને રોકડા રૂા. 24,400ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે પકડી પડ્યા હતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.