૧૨-જામનગર લોકસભા બેઠક પર સવારના ૭ થી ૯ વાગ્યા સુધીમાં કુલ ૮.૫૫% મતદાન થયું
જામનગરમાં તા.૭ મે,ના રોજ ૧૨-જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ ૮.૫૫% મતદાન નોંધાયું છે. વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ૧૧.૮૬%, ૭૭- જમનગર ગ્રામ્યમાં ૯.૬૦%, ૭૮- જામનગર ઉત્તરમાં ૮.૧૨%, ૭૯-જામનગર દક્ષિણમાં ૭.૪૯%, ૮૦-જામજોધપુરમાં ૯.૭૪%, ૮૧-ખંભાળીયામાં ૭.૭૫% અને ૮૨-દ્વારકામાં ૬.૧૭% વિસ્તાર દીઠ મતદાન નોંધાયું છે.