મોમયમોરાની વાડીમાં નંદીને ઈજા પહોંચાડાતાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ
માંડવી તાલુકાના મોમાયમોરાની સીમની વાડીમાં નંદીની પીઠમાં કુહાડીનો ઘા કરી ઈજા પહોંચાડાતાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી . આ અંગે ગઢશીશા પોલીસ મથકે પશુપાલકએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 4/5ના સાજે 4:30 વાગ્યાના અરસામાં મોમાયમોરાની સીમમાં શખ્સની વાડીમાં આરોપી હાથમાં કુહાડી લઈને નંદી ને મારતો હતો. તેને આ અંગે પૂછતાં તેણે જણાવ્યુ, નંદી અવારનવાર વાડીમાં આવી જાય છે અને ચારો ખાઈ વાડીમાં નુકસાન કરે છે. રાત્રે અન્ય શખ્સો સાથે ફરિયાદી ઘટના સ્થળે પહોંચતાં નંદી પીઠના ભાગે કુહાઠીના ઘાથી ઘાયલ હાલતમાં પડયો હતો, આથી ગ્રામજનો સાથે મળીને નંદી ને પશુ હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠાણ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.