ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત દ્વારા મતદાન કરી દેશના રાષ્ટ્રીય પર્વમા સહભાગી બનવા અપીલ કરવામાં આવી
રાષ્ટ્રીય પર્વ લોકસભાની ચૂંટણી માટે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. તેમાં ભુજ મંદિરના ઉપમંત સ્વામી શ્રી તથા ભુજ મંદિરના મુખ્ય કોઠારી પાર્ષદ શ્રી જાદવજી ભગતએ મતદાન કર્યું .ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત દ્વારા મતદાન કરી દેશના રાષ્ટ્રીય પર્વમા સહભાગી બનવા અપીલ કરવામાં આવી. તેમજ મહંત સ.ગુ. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ, ઉપમહંત સ.ગુ. પુ. સ્વામી ભગવજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, આદિ સર્વે સંતમંડળ તથા કોઠારી પ.ભ. મુરજીભાઈ કરસન શીયાણી, ઉપકોઠારી પ.ભ. જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા, રામજીભાઈ દેવજી વેકરીયા (સંયોજક) આદિ ટ્રસ્ટી મંડળનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તમે જાણો છો તેમ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પર્વ એટલે લોકસભાની ચુંટણી અને તેનું મતદાન આજે તા. ૭-૫-૨૦૨૪, મંગળવારના સમગ્ર ગુજરાતમાં આ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર તથા આપણી સનાતન ધાર્મિક પરંપરાને લક્ષમાં લઈ અમારી સૌને હૃદયપૂર્વકની અપીલ છે કે આપનો કિંમતી મતનો આ અવસર ચૂકશો નહીં. કેમકે રાષ્ટ્રનિર્માણની અને આપણી માતૃભૂમિના રક્ષણની વાત આવે ત્યારે આપણા હૃદયસ્થ નેતાના કાર્યોને ભૂલાય નહીં અને તેમની સાથે સદાય રહેવાનો આ રૂડો અવસર છે. આપણો કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાને કારણે આપણી વિશેષપણે જવાબદારી અને જાગૃતિ હોવી જરૂરી છે. મતદાનની ફરજ ચોક્કસ નિભાવશો. દરેક વ્યક્તિએ ફરજિયાત મતદાન કરવું જ જોઈએ.