ભુજમાં ગાડી ધીમી ચલાવાના સામાન્ય મુદ્દે થયેલા વિવાદમાં આધેડની હત્યા
ભુજના સરપટનાકા બહાર આશાબા પીરની દરગાહની સામે માર્ગ પર સાંજના આરસામાં ઘટેલી આ ઘટના અંગે જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતકના પુત્રએ નોંધાવેલી વિગતો અનુસાર તે તથા તેના પિતા તથા અન્ય દસેક લોકો સાથે મળીને આરોપીની કેપર ગાડીથી કંકાવતી ડેમ ખાતે માછીમાર કરવા જઈ રહ્યા હતા. આરોપીએ ગાડી વધુ ઝડપથી ચલાવી રહ્યા હોવાથી મૃતકએ તેને ગાડી ધીમી ચલાવાનું કહેતા આ બાબતે બોલાચાલી થઈ હતી. આથી મૃતકએ કહ્યું કે અમોને ઘરે પાછા ઉતારી આવો ત્યારબાદ ઘટના સ્થળે ઝઘડો થતાં આરોપીએ તથા તેના પત્ની અને બે પુત્રો છરી તથા કોઈતા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી લોહીલુહાણ હાલતમાં તે ઓને સારવાર અર્થ જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ હત્યાના બનાવને લઈને આજે ચૂંટણી અનુસંધાને બંદોબસ્તમાં રોકાયેલી બી-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોચી હતી .આ બનાવમાં અન્ય લોકો પણ ઘાયલ થયાનું જાણવા મળ્યું હતું આ હત્યા અંગે રાત સુધી વિધિવત ફરિયાદ દાખલ થઈ નથી.