સામખિયાળી રેલવે મથકના પાર્કિંગમાં પાર્ક કરેલી રિક્ષાની ચોરી
મોરબીનો રિક્ષા ચાલક હાજીપીરના મેળા અર્થે રિક્ષા લઇને આવ્યો હતો અને રિક્ષાના ટાયર ગરમ થઇ જતા તે રિક્ષા સાથે હાજીપીર સુધી પહોંચી શકે તેમ ન હોવાથી તેણે રિક્ષા સામખિયાળી રેલવે મથકના પાર્કિંગમાં પાર્ક કરતાં કુલ કિમત રૂા. 1.17 લાખની રિક્ષાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો આ અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે ત્રણ માસથી પેસેન્જર ભાડાથી ફેરવતો હતો. ગત તા. 27-4ના ફરિયાદી તેના પરિવાર સાથે આ રિક્ષા લઇ હાજીપીરના ઉર્ષ માટે નીકળ્યો હતો. સામખિયાળી પહોંચતા રિક્ષાના ટાયર ગરમ થતા આ રિક્ષા તેણે સામખિયાળીના રેલવે મથકના પાર્કિંગ વિસ્તાર જ્યાં પાર્કિંગ નથી ત્યાં લોક કરી રાખીને અન્ય વાહનથી હાજીપીર નીકળી ગયા બાદ તા. 30-4ના અડધી રાત્રે પરત ફરતા રિક્ષા દેખાઇ ન હતી. આમ કોઇ અજાણ્યા ઇસમએ અન્ય ચાવીનો ઉપયોગ કરીને અથવા લોક તોડી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી