ભુજના અંજલિ નગરમાં રિક્ષા ચાલકે બે ભાઈઓ પર હુમલો કર્યો

copy image

ભુજના ઈવા પાર્કમાં રહેતા બે ભાઈઓ પર રિક્ષા સાઈડમાં રાખવાના મુદ્દે રિક્ષાચાલકે ઉશ્કેરાઈ જઈ લાકડી વડે હુમલો કરી બે યુવાનોને ઈજા પહોંચાડતાં તેઓને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના ઈવા પાર્કમાં રહેતા બે ભાઈઓ સોમવારે રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં ટ્રેક્ટર લઈને બ્લોક ઉતારવા જઈ રહ્યા હતા તે દરમ્યાન એક રિક્ષા વચ્ચે ઊભી હતી તેથી રિક્ષા ચાલકેને તેમણે રિક્ષા સાઈડમાં રાખવાનું કહેતાં રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈ લાકડીથી હુમલો કરતાં ઘવાયેલા બંને ભાઈઓને ઈજા થવાથી સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.