ભુજમાં મતદાન કરી પાછા ઘેર જતાં વૃદ્ધા અકસ્માતમાં ઘાયલ થયા
ભુજમાં વૃદ્ધા મતદાન કરીને પરત આવતા હતા, તે વખતે અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતાં વૃદ્ધાને ઈજાઓ પહોંચી હતી. વૃદ્ધા મંગળવારે સાંજે મતદાન કરી પરત એક અજાણ્યા એક્ટિવાના ચાલક સાથે ઘેર જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બાઈકના ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં વૃદ્ધાને ઈજાઓ પહોચી હતી. જેથી વૃદ્ધાને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.