ગઢશીશામાં ઘર પાસે ગાળો બોલવાની ના પડાતાં પિતા-પુત્ર ઉપર હુમલો થયાની ફરિયાદ
ગઢશીશામાં ઘર પાસે ગાળો બોલવાની ના પડાતાં પિતા-પુત્ર ઉપર કુહાડીથી જાનલેવા હુમલો થયાની ફરિયાદ નોંધાઇ હતી . રાતે 9 વાગ્યાના અરસામાં ગઢશીશાના શક્તિનગરમાં બનેલા આ બનાવ અંગે શખ્સે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી બે ભાઇઓ ફરિયાદીના ઘરની બાજુમાં ઝઘડો કરી ગાળો બોલતા હોવાથી ફરિયાદીના પુત્ર આરોપીઓને પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ કહ્યું કે, અમે ગમે તેમ બોલીએ તારે શું, તેવી વાત કરી ગાળો આપી ફરિયાદીના પુત્ર ને કુહાડી મારતાં રાડા રાડ થતાં તેના પિતા છોડાવા જતાં આરોપીઓએ ફરિયાદીના માથામાં કુહાડી થી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતાં બંનેને સારવાર હેઠળ ખસેડાયા હતા . ગઢશીશા પોલીસે આરોપીઓ વિરુદ્ધ 307 અને હથિયારબંધી ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.