ભુજનું મહતમ તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાતાં જિલ્લામાં સૌથી ગરમ મથક ભુજ

copy image

copy image

ઉનાળાની સીઝનમાં પ્રથમવાર ભુજનું મહતમ તાપમાન ૪૩.૬ ડિગ્રી નોંધાતાં જે રાજ્યના અન્ય મથકો કરતાં સોથી વધારે રહેતા ભુજના લોકોને કાળઝાળ અને અકળાવી મૂકે તેવી ગરમીનો સામનો કરવો પડયો હતો. ને આજે બુધવારનાં ભુજનું મહતમ તાપમાન થોડુક ઘટ્યું હતું અને ૪૧.૭ ડિગ્રી નોંધાતાં લોકોને ગરમીમાં રાહત મળી ન હતી. રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં લોકોને અકળાવનારી એવી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ભુજનું તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાતાં સવારથી સૂર્યનાં પ્રખર તાપ, હવામાં ભેજના વધેલા પ્રમાણ સાથે લોકોને દિવસ દરમિયાન પરસેવે રેબઝેબ કરી નાખે એવી ગરમીનો સામનો પડયો હતો. કંડલા એરપોર્ટ વિસ્તારમાં આવતા અંજાર, ગાંધીધામ અને આદિપુરનું મહતમ તાપમાન ૪૧.૩ ડિગ્રી નોંધાતાં આ ત્રણ શહેરી વિસ્તારનાં લોકોને પણ આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો. કંડલા પોર્ટ વિસ્તારનું મહતમ તાપમાન ૩૬.૨ ડિગ્રી અને નલિયાનું મહતમ ૩૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.