ગાંધીધામ થી આદિપુર રોડ પર કારની અડફેટમાં આવતા બાઈક ચાલક યુવાનો ઘાયલ થયા

copy image

ગાંધીધામ થી આદિપુર જતા ટાગોર રોડ પર સેન્ટ ઝેવીયર્સ ટર્ન નજીક. બેફામ ગતિએ આવી રહેલી કારે બાઈક ચાલક યુવાનોને અડફેટમાં લેતા તેમને ગંભીર સહિતની ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બને મિત્રો બાઈક પર ગત રાત્રીના આદિપુરથી ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે સામેથી બેફામ ગતિએ આવી રહેલી કારે અચાનક ટર્ન લેતા બંને ને અડફેટે લેતા તેવો રોડ પર પટકાયા હતા, અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને સ્થળ પરથી નાસી ગયો હતો લોકોએ યુવકોને હોસ્પિટલ પોહોચડ્યા હતા , જ્યાં તેમની સ્થિતિ સ્થિર માલુમ પડી હતી.