એ.પી.એમ.સી. માર્કેટમાં આવેલી દુકાનમાં જીરાની બોરીઓની કિ.રૂ.૪.૭૦,૫૦૦/-ની ચોરી
એ.પી.એમ.સી. માર્કેટમાં દુકાનમાં ખેડુતો પાસેથી માલ ખરીદી કરી કમીસન એજન્ટ તરીકે કામ કરતા શખ્સે ફરિયાદ નોધાવી હતી કે ૧૪/૦૩/૨૦૨૪ ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં એ.પી.એમ.સી માર્કેટમાં આવેલ દુકાન નં.૧૧ વાળી પર ફરિયાદી હાજર હતો તે વખતે શખ્સ અને તેની સાથે ગાડીનો ડ્રાઈવર ફરિયાદી પાસે આવેલા અને કહ્યું કે જીરૂ વેચવાનુ છે જેથી મે શખ્સને હા પાડેલ અને આ શખ્સે વેચાણ કરવા માટે અલગ અલગ વજનની જીરાની ૩૪ બીરીઓ આપેલ અને આ જીરાની બોરીઓ દુકાનના ગોડાઉનમાં રાખેલ હતી અને આ જીરાની બોરીઓની પહોંચ પણ આપેલ હતી અને તે વખતે ગોડાઉનમાં ગુવાર તલ ઘંઉ તેમજ ખાધાનો માલ હતો અને તે પછી ગઈ તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ ગોડાઉન આશરે સવારે દશેક વાગ્યે ખોલ્યું તે વખતે બધો માલસામાન જોવામા આવેલ હતો બાદ ગઈ તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ સવારના આશરે દસેક વાગ્યે ગોડાઉન ખોલીને અંદર જોયેલ તો દુકાનની પાછળના દિવાલની લાકડાની બારી તુટેલ જોવામાં આવેલ જેથી દુકાનમાં રાખેલ સરસામાન ચેક કરતા આ તુટેલ બારી વાટે કોઈક દુકાનમા પ્રવેશ કરી આ શખ્સેએ આપેલ જીરાની ૩૪ બોરીઓ જોવામાં આવેલ નહિ જે બોરીઓ કોઈક ચોર ઈસમે ચોરી કરી બારીમાંથી લઈ ગયેલાનુ જણાયેલ અને બાકીનો સરસામાન જેમનો તેમ હતો આ જીરાની ૩૪ બોરીઓ જેનુ આશરે વજન ૧૮૮૨ કિ.ગ્રા જેની કિ.રૂ.૪.૭૦,૫૦૦/-ની ચોરી થયેલ છે. પોલીસે ફરિયાદ નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી .