નખત્રાણા પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પડ્યા
નખત્રાણા પોલીસ સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવાનગર પાસે પહોંચતાં બાતમી મળી હતી કે એક શખ્સ ના મકાનની આગળ જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોને રોકડા રૂા 11,780ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.