રાપરમાં પોલીસે કુલ રૂા. 1,49,600નો દારૂનો જથ્થો જપ્ત કર્યો

copy image

copy image

રાપર તાલુકાના ફૂલપરા સણવા ગામની સીમમાં થરિયા વિસ્તારમાં એક શખ્સના ખેતરમાં પોતે તથા તેના મિત્રે ક્યાંકથી દારૂ લાવી તેનો સંગ્રહ કર્યો હોવાની પૂર્વ બાતમી મળી હતી . સવારે પોલીસે અહીં દોડી આવી હતી કાર્યવાહી હાથ ધરી હતી. આ ખેતરમાં ઓરડી નજરે પડતાં તેના દરવાજાને ધક્કો મારી પોલીસે ખોલી નાખી હતી. ઓરડીમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઓરડીમાંથી વાઇટ લેસ વોડકા 180 એમ.એલ.ના 1424 ક્વાર્ટરિયા તથા ગોડફાધર ધ લેજેન્ડર ઓરિજિનલ સ્ટ્રોંગ 500 મિલીના 72 ટીન એમ કુલ રૂા. 1,49,600નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સ કાર્યવાહી દરમ્યાન ખેતરમાં હાજર મળ્યા ન હતા. હાજર ન મળી આવેલા શખ્સોને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી આદરી હતી.