ભચાઉના આધોઈમાં ભત્રીજાએ પોતાના કાકા ઉપર પાઈપ વડે હુમલો કર્યો
ભચાઉ તાલુકાના આધોઈમાં ભત્રીજાએ પોતાના કાકા ઉપર પાઈપ વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. આધોઈ – શાહુનગરના સેકટર – 4માં રહેનાર ફરિયાદી વૃદ્ધ સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમના ભત્રીજાની પત્ની તેમના ઘરે આવી હતી પોતાની સાથે મારકૂટ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી પોતાના ભત્રીજાને સમજાવવા ગયા હતા ત્યારે આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી એવા પોતાના કાકા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે લઈ જવાતાં તેમને ડાબા હાથમાં બે જગ્યાએ અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.