ભુજના શખ્સ સાથે ઓનલાઈન ઠગાઈ થતાં સાયબર ક્રાઈમ પોલીસે રૂા. 73,094 ક્રેડિટકાર્ડમાં પરત અપાવ્યા

copy image

copy image

ભુજના શખ્સને ક્રેડિટકાર્ડમાંથી રૂા. 73,094 ઉપાડી લેવાતાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે શખ્સ ને મદદરૂપ બની ક્રેડિટકાર્ડમાં નાણાં પરત અપાવ્યાં હતાં. બોર્ડર રેન્જ-ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ ભુજના શખ્સને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તે બેન્કમાંથી બોલતા હોવાનું જણાવી શખ્સ પાસેથી તેના ક્રેડિટકાર્ડની વિગતો મેળવી રૂા. 73,094 ઉપાડી લીધા હતા. આથી શખ્સે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતાં આધિકારીઓ મદદરૂપ બની શખ્સ ના ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલાં નાણાં રૂા. 73,094 ક્રેડિટકાર્ડમાં પરત અપાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સરાહનીય કામગીરી કરી હતી.