મેવાસાથી ચિત્રોડ બાજુ જતા ધોરીમાર્ગ પર ટ્રક પલટતા વાહન ચાલકનું મોત

copy image

copy image

મેવાસાથી ચિત્રોડ બાજુ જતા ધોરીમાર્ગ ઉપર સવારેના આરસમાં આ અકસ્માત સર્જાયો હતો. સૂત્રો દ્વારા માહિતી મળેલી કે આડેસર બાજુથી આવતી ટ્રકમાં ઘઉં ભરવામાં આવ્યા હતા. આ માલ મુંદરા બાજુ ખાલી કરવાનો હતો. વાહન ચાલક મેવાસાથી થોડે આગળ જતાં તેનું વાહન કોઈ કારણોસર ખાલી બાજુ નીચે પટકાયું હતું. જેમાં આ ચાલકને ગંભીર ઈજાઓ પોહચતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી ગાગોદર પોલીસે હાથ ધરી હતી.