ભુજ નજીક પાલારામાં પરિણીતાએ આપઘાત કર્યો
ભુજ નજીક પાલારા વાડી વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શખ્સે જાણ કરી હતી કે, તા.૯નાં સવારેના આરસામાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પાલારા વાડી વિસ્તારમાં પોતાના ઘરની બહાર બાવળોની ઝાડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેથી ભુજ બી ડિવિઝન પોલીસે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.