ચેક પરતના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની કેદનો આદેશ
કારના સોદામાં ખરીદી પેટે અપાયેલો રૂા. 2.65 લાખના મૂલ્યનો ચેક પરત ફરવાના કારણે નેગોશીયેબલ ધારાના કેસમાં આરોપી ને એક વર્ષની કેદની સજા ફટકારાઇ હતી, તો ચેકની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો પણ હુકમ કરાયો હતો. તાલુકાના સુખપર ગામના શખ્સ દ્વારા આ કેસની ફરિયાદ દાખલ કરાઇ હતી. ભુજ ચીફ કોર્ટ સમક્ષ નેગોશીયેબલ ધારાના આ કેસની સુનાવણી થઇ હતી. મોંખિક અને લેખિત પુરાવાને આધારે આરોપીને તકસીરવાન ઠેરવી ન્યાયાધીશ એ તેને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ નવ ટકા વ્યાજ સાથે 30 દિવસમાં ચૂકવવા પણ આ ચુકાદામાં આદેશ કરવામાં આવ્યો હતો.