અંજારમાં યુવાનને અપહરણ કરી માર માર્યો

copy image

copy image

અંજારમાં વિજયનગર વિસ્તારમાં રહેનાર યુવાન અને તેના મિત્રો રિવેરા ફાર્મથી અંજાર બાજુ આવી રહ્યા હતા ત્યારે પાવરહાઉસ સામે પહોંચતાં આરોપી તથા એક અજાણ્યો શખ્સ ત્યાં આવી યુવાનને નીચે ઉતારી તેને માર માર્યો હતો. બાદમાં આરોપી નો ભાઇ બીજી મોપેડમાં ત્યાં આવી યુવાનને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને નાસી ગયા હોવાનું યુવાન ના મિત્રે યુવાનના ભાઇ ને ફોન કરી જાણ કરી હતી અને તેના ભાઈએ પોતાના પિતા એવા બનાવના ફરિયાદી ને જાણ કરી હતી. ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતાં આરોપીઓ યુવાન ને ઘેર મૂકીને નાસી ગયા હતા. ભોગ બનનાર યુવાનના એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી આ બનાવને અંજામ અપાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.