શિકારપુરમાં સામાન્ય બાબતમાં શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કર્યો
ભચાઉ તાલુકાના શિકારપુરમાં બાવળ કાપી રહેલા યુવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરીને જાનથી જ મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં શખ્સે નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.૮ના બપોરેના અરસામાં આરોપીની ઘરે પ્લોટમાં બાવળની વાડ હોવાથી ત્યાં દીવાલ બનાવવા માટે બાવળ કાપી રહ્યો હતો. આ દરમ્યાન બાજુમાં રહેતા આરોપીઓ ત્યાં આવ્યા હતા. આરોપીઓ એ કહ્યું કે, અમારી હદમાં કેમ બાવળ કાપે છે તેમ કહેતાં ફરિયાદી એ કહ્યું, કે, હું મારી હદમાં બાવળ કાપું છું. તેમ કહેતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈને ફરિયાદી ને માર માર્યો હતો. બાદમાં આરોપીએ છરી કાઢીને ફરિયાદીને છાતીના ભાગે છુરી વડે હુમલો કર્યો હતો આ દરમ્યાન બૂમાબૂમ થતાં ફરિયાદીના પરિવારજનોએ વચ્ચે પડીને છોડાવ્યો હતો. આ દરમ્યાન જતાં જતાં આરોપીએ બીજીવાર અમારી હદમાં બાવળ કાપીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.