યશોદાધામમાં એક યુવાન ઉપર ત્રણ શખ્સોએ છુરી વડે હુમલો કર્યો

copy image

copy image

યશોદાધામમાં રહેનાર ફરિયાદી ગામમાં ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. ગત તા. 9/5ના ફરિયાદી પોતાની કારથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે આરોપી એ મોપેડથી કાવો મારી આગળ જઇ વાહન રાખી દીધું હતું. બાદમાં ફરિયાદી ઘરે જઇને જમી રહ્યો હતો ત્યારે આરોપી અને તેનો ભાઇ ત્યાં ઘરે આવી તને બહુ હવા આવી ગઇ છે, તારી હવા કાઢી નાખવી છે તેમ કહી ગાળાગાળી કરતાં જેની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીના ભાઈ એ આ ફરિયાદીને પકડી રાખી, ત્યારે આરોપીએ છરી કાઢી યુવાનના વાંસામાં તથા કમરના ડાબા ભાગે ભોંકી દીધી હતી. આ બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.