સાંધાણમાં કોહવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી

copy image

copy image

સાંધાણમાં રહેતો યુવાન ગત તા. 4ના મજૂરી કામ અર્થે જતો હોવાનું કહી ઘરેથી નીકળ્યો હતો, ત્યારબાદથી તેની કોઈ ખબર ન મળતાં તેના પરિવારે કોઠારા પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ કરાવી હતી. દરમિયાન, મોડકા ચોકડી નજીક પુલિયાની નીચેના ભાગે હતભાગી યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તુરત અકસ્માત મોતની નોંધ દાખલ કરી આ યુવકનું મોત કઈ રીતે થયું તે સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.