રાપર તાલુકાના ટગા ગામેથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
copy image

રાપર તાલુકાના ટગા ગામેથી દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી તેની વિરુદ્ધ આડેસર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમ્યાન બાતમીના આધારે ટગા ગામમાંથી ગેરકાયદેર એક દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદૂક સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી કુલ રૂ.૫૦૦૦નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.