ભુજમાં જિલ્લા પંચાયત પાસે કેબિન ચલાવતો ધંધાર્થી દારૂ વેચતો ઝડપાયો
પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથમી મળેલ કે ભુજમાં જિલ્લા પંચાયત પાસે આશાપુરા પાન પાર્લર નામની કેબિન ચલાવતો ધંધાર્થી દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે દરોળો પાડતા દેશી દારૂની ત્રણ કોથળીઓ સાથે એક આરોપી પોલીસને જોઈને ભાગવા જતો હતો પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને પકડી પાડયો હતો. પોલીસને કેબીનમાં તપાસ કરતા કાળા કલરની પ્લાસ્ટિકની ત્રણેક કોથળીઓ પડેલી હતી જેને બહાર કાઢી જોતા તેમાંથી 500 એમએલ ની દેશી દારૂની ત્રણ કોથળીઓ મળી આવી હતી. પોલીસે કોથળીઓ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.