ડગાળા ગામમાં ઘર પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ

ભુજ તાલુકાના ડગાળા ગામમાં જુના ઝઘડાના મનદુઃખે ઘર પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી.ડગાળા ગામે રહેતા શખ્સે પધ્ધર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગુરુવારે રાતના તેઓ ઘર પાસે હતા ત્યારે સફેદ કલરની ક્રેટા નેટ ગાડી અને ત્રણ મોપેડમાં ગામના શખ્સો તથા તેમની સાથે બીજા સાતથી આઠ અજાણ્યા માણસો હાથમાં ધોકા અને લોખંડના પાઈપ લઈને આવ્યા જેથી ફરિયાદી ગભરાઈને પોતાના ઘ૨માં જતો રહ્યો આરોપીઓએ ઘરના દરવાજા પર ધોકા અને લોખંડના પાઈપ મારી આજે તો તને મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી આ દરમ્યાન ઘર પર પથ્થરમારો કરાયો હતો ગામના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા ઘરની બહાર આવીને જોતા પરિવારની બે બાઈકમાં તોડફોડ અને પોતાના તેમજ બાજુમાં રહેતા કાકાઈ ભાઈના ઘરના દરવાજામાં ધોકા અને લોખંડના પાઈપ મારી નુકસાન કરાયું હતું. સાત વર્ષ અગાઉ થયેલા ઝઘડાના મનદુઃખે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતું