ગાંધીધામ રેલવે સ્ટેશન પર શખ્સ દારૂની બોટલો સાથે પકડાયો

ગાંધીધામના રેલવે સ્ટેશન પર પોલીસે થેલો ચેક કરતાં માંડવીનો શખ્સ દારૂની ૫ બોટલ સાથે પકડી પડાયો હતો. ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા થેલો ચેક કરતાં તેમાંથી મળી આવેલો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.૧૦નાં સવારે ૬ વાગ્યે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧,૨ ૩ ઉપર વોચમાં હતી. આ દરમ્યાન ૬:૪૫ વાગ્યે ગાંધીધામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર કચ્છ એકસ્પ્રેસ ટ્રેન આવતાં મેઇન ગેટથી બહાર નીકળતા પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન માંડવીની આશીર્વાદ સોસાયટીમાં રહેતો શખ્સ થેલો લઈને ત્યાંથી નીકળ્યો હતો. જે શંકાસ્પદ લાગતાં તેને અટકાવીને થેલાની તપાસ કરવામાં આવી હતી. થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો નંગ ૫ જોવા મળી હતી. જે કબજે કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ રૂ.૨,૫૫૦નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..