મુન્દ્રામાં એડવોકેટના ઘરમાંથી ૩.૬૫ લાખના દાગીના તથા રોકડની ચોરી
copy image

મુન્દ્રાના અલખનંદા સોસાયટીમાં રહેતા એડવોકેટના બંધ મકાન ના તાળાં તોડીને કોઈ અજાણ્યા શખ્સો એ ૮૦ હજાર રોકડ રૂપિયા તથા ૨.૮૫ લાખના સોનાના દાગીના તેમજ મોબાઈલ મળીને કુલે રૂપિયા ૩ લાખ ૬૫ હજારના મુદામાલની ચોરી થઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રા શહેરના અલખનંદા સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા અડવોકેટ એ ફરિયાદની વિગતો આપી હતી કે, ચોરીનો બનાવ બુધવારના સાંજે છ વાગ્યાથી ગુરૂવારના સવારના દસ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી લુણી ગામે તેમના ઘરે ગયા હતા. અને તેમના પત્ની માંડવી પીયરે ગયા હતા. તે દરમિયાન ફરિયાદીના ઘરે કામ કરવા આવતા મહિલાએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા ઘરના દરવાજા પર બે દિવસથી કળી મારેલી છે. જેથી ફરિયાદી તુરંત ઘરે આવીને જોતાં દરવાજાનો નકુચો વળેલો હતો. અને તાળુ તુટેલી હાલતમાં ઘરના સોફા પર પડ્યું હતું. બેડરૂમમાં રાખેલી તિજોરીના તાળા તુટેલી હાલતમાં અને સામાન વેરવિખેર પડ્યો હતો અજાણ્યા શખ્સોએ કબાટમાંથી રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના અને મોબાઈલની ચોરી કરી ગયા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ ચોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે