માધાપરમાં યુવાને ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું
માધાપરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું . આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે યુવાનના ભાઈ એ જાહેર કરેલી વિગતો અનુસાર એમએસવી હાઇસ્કૂલ પાછળ રહેતા તેના ભાઇ કોઇ અગમ્ય કારણોસર આઠ કોટિ વાડી વિસ્તાર ચંચળવાળા હનુમાન પાસે વાડીની ઓરડીમાં છતના હૂક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવાન ને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી