મિરજાપરમાં ઝઘડાના મનદુ:ખમાં શખ્સેને લોખંડનો પાઇપ ફટકારાતાં ગંભીર ઇજા

copy image

મિરજાપર ધોરીમાર્ગ પર રહેતા શખ્સે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો સાળો તેના મિત્રો સાથે ઘરે આવતાં બધા માટે ઘરે જમવાનું ગોઠવ્યું હતું. જ્યાં અન્ય શખ્સ પણ આવ્યો હતો. તે શખ્સે ફરિયાદીના સાળાના મિત્રોની મસ્કરી કરતાં સાળાએ કહ્યું કે, આ મારા મહેમાન છે તેની મશ્કરી કરીશ નહીં, આ બાબતને લઇ બને વચ્ચે ઝઘડો થતાં ફરિયાદીએ તે શખ્સ ને ત્યાંથી જતા રહેવાનું કહી દીધું હતું. બાદમાં સાળા અને તેના મિત્રોને પંચમહાલ જવાનું હોવાથી ભગવતી ચાર રસ્તા પર મૂકવા જતાં ત્યાં શખ્સે આવી ઝઘડો કરી ફરિયાદી ના માથામાં લોખંડનો સળિયો મારતાં તેને હેમરેજ જેવી ગંભીર ઇજા પોહચી હતી પોલીસે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી