ગાંધીધામમાં ચાર જુગારિઓ ને પોલીસે ઝડપી પડ્યા
ગાંધીધામમાં ચાર જુગારિઓ ને પોલીસે ઝડપી પડ્યા હતા. સૂત્રો દ્વ્રારા મળતી વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસે બપોરના અરસામાં કાર્યવાહી કરી હતી. હનુમાન મંદિર સામે એમ.જી. ફાઈનાન્સની ઓફિસની બહાર પતરાંના શેડ નીચે આરોપીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. તેમની પાસે થી રોકડા રૂા. 18,200 કબજે કરાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.