એચ જેડી ઇન્સ્ટીટ્યુટ સ્પોર્ટ્સ કોલેજ ના 6 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ (નેશનલ) સ્પર્ધામાં બ્રેસ મેડલ મેળવ્યા.

ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ સ્પોર્ટ્સ કોલેજ ના 6 વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ (નેશનલ ગેમ) સ્પર્ધા જે ભોપાલ, મધ્યપ્રદેશ મુકામે તારીખ 7 થી 11 મે દરમિયાન યોજાએલ હતી. જેમાં ટોટલ 38 યુનિવર્સિટી એ ભાગ લીધેલ હતો. જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કચ્છ ની અંદર આવેલ એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ મા બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ની અંદર અભ્યાસ કરતા 6 વિધ્યાર્થીઓ પાંચાણી વૃન્દા, સમા મીરલબા, ગલાંગા ભાવેશ, ગુસાઈ વિવેક, પસીયા નીશિત, સોલંકી રવિરાજસિંહ એ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ સિદ્ધિને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર અર્જુનસિંહ રાણા અને પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી અશ્વિનીકુમાર કચ્છના છ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં બોલાવી અભિનંદન પાઠ્ય હતા. આખા ગુજરાતમાંથી એચ.જે.ડી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ બ્રોન્સ મેડલ મેળવવા બદલ એચ.જ.ડી ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર જગદીશ હાલાઇ સરે સિદ્ધિને બિરદાવી હતી. આ સમગ્ર ગેમનું કોલેજ લેવલે સંચાલન સ્પોર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ ગજેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું.