ફરી એક વખત રૂા. 4,23,448ની છેતરપિંડી: અંજાર  તાલુકાનાં વરસાણામાં આવેલી કંપનીમાં વાહન ચાલક દ્વારા કરાઇ માલની હેરફેર

froud

copy image

copy image

અંજાર તાલુકાનાં વરસાણામાં આવેલી કંપનીમાં હાઇડ્રોકલોરિક એસિડનો ઓર્ડર આપી તેની જગ્યાએ કોસ્ટિક સોડા ભરી જતાં માલ લેનાર કંપની તથા વાહનચાલક સામે રૂા. 4,23,448ની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.   ગાંધીધામમાં રહેનાર ફરિયાદી  વરસાણાની કચ્છ કેમિકલ્સ કંપનીમાં  વાઇસ પ્રેસિડેન્ટ  તરીકે કામ કરે છે. જુદા-જુદા કેમિકલનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતી આ કંપનીને જેતપુરની નેશનલ ટ્રેડર્સ કંપનીએ 120 ટન હાઇડ્રોકલોરિક એસિડનો ઓર્ડર આપ્યો હતો. જે અંગે ફરિયાદીની કંપનીએ કાર્યવાહી કરી જુદા-જુદા વાહનો થકી અમુક માલ મોકલાવી આપ્યો હતો. તે દરમ્યાન ટેન્કર  ચાલક તથા  નેશનલ  ટ્રેડર્સ   કંપનીના  માલિક  ભાગીદારી કરી ગેટ પાસ હાઇડ્રોકલોરિક એસિડના  ઓર્ડર પ્રમાણે બનાવે છે, પરંતુ છેતરપિંડી કરીને  વાહનમાં કોસ્ટિક સોડા લોડિંગ કરાવી કંપનીની  લેબોરેટરીમાં પણ હાઇડ્રોકલોરિક  એસિડનું સેમ્પલ  આપે છે,  તેવી  માહિતી ફરિયાદીને મળી હતી. તા. 17-5ના આ ટેન્કરનો ચાલક  માલ ભરવા પરત આવતાં  કંપનીના અમુક કર્મીઓ  સતર્ક રહ્યા હતા. આ શખ્સે કંપનીમાં હાઇડ્રોકલોરિક એસિડનું સેમ્પલ આપ્યું હતું, જેથી ટેન્કરમાંથી નમૂના લઇ તપાસ કરાતાં તેમાંથી કોસ્ટિક સોડા હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન વાહનચાલક કંપનીમાં વાહન મૂકીને નાસી ગયો હતો. બનાવ અંગે રૂા. 4,23,448ની છેતરપિંડી- વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.