દેશલપર પાસેના માર્ગે  ઈકો કારનું ટાયર ફાટતાં  ગમખ્વાર અકસ્માત સર્જાયો જ્યારે માંડવીમાં  બાયઠથી લાયજા  વચ્ચે  લકઝરી બસ પલટી ખાઇ જતાં પંદરેક જેટલા પ્રવાસીને ઇજાઓ

copy image

copy image

મુંદરા તાલુકાના દેશલપર પાસેના માર્ગે ઈકો કારનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં માર્ગની સાઈડમાં ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં તેમાં સવાર 37 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય બાળકો સહિત 11 સવારને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે  રાપર તાલુકાના ચિત્રોડના મહિલાએ મુંદરા પોલીસ મથકે, નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઈકાલે સવારે તેમના જૂના કટારિયામાં રહેતા ભાઈની ઈકો કાર  માંડવી બીચ પર ફરવા જવાનું નક્કી થતાં ફરિયાદી તથા તેના બે બાળક અને તેના ભાઈ  તથા ભરતભાઈ જોશી અને તેના દીકરો-દીકરી અને ભરતભાઈના બહેન અને તેમનો દીકરો તેમજ ફરિયાદીના મોટા બહેન અને તેમના દીકરા-દીકરી માંડવી બીચથી ફરીને સાંજે જૂના કટારિયા માટે પરત આવી રહ્યા હતા ત્યારે પહેલાં ઘરે પહોંચવાનું હોવાથી ઈકો ચાલક  ગાડી સ્પીડમાં ચલાવી રહ્યા હતા અને ભુજપુર-દેશલપર માર્ગે કારનું ટાયર ફાટતાં ચાલકએ કાબૂ  ગુમાવતાં માર્ગમાં  સાઈડમાં ઊભેલી ટ્રકમાં પાછળ ભટકાતાં ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો. જેમાં વચ્ચેની સીટમાં બેઠેલા  મનહરપુર – રાજકોટવાળા  ભરતભાઈ જોશીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફત  સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં  ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્યોને  સામાન્ય ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં  લખાવાતાં કારચાલક  વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ માંડવીમાં  બાયઠથી લાયજા વચ્ચે લકઝરી  બસ પલટી ખાઇ જતાં પંદરેક જેટલા પ્રવાસીને  અસ્થિભંગ, મૂઢમાર જેવી ઇજાઓ થતાં તેઓને  તાત્કાલિક  માંડવીની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બિદડાથી રાયધણજર સગાઇ કરવા માટે રવિવારે સવારે મહેશ્વરી સમાજના લોકો ગયા હતા. સગાઇની વિધિ કર્યા બાદ પરત રાયધણજરથી બિદડા જઇ રહ્યા હતા, ત્યારે બાયઠથી લાયજા વચ્ચે ડ્રાઇવરે બસ ઉપરથી કાબૂ ગુમાવતાં બસ પલટી મારી ગઇ હતી. ભોગ બનનાર પરિવારજનોએ એક  મુલાકાતમાં સવારે 7-30 વાગ્યે અમે બિદડાથી જવાના હતા  તેની જગ્યાએ બસ 9 વાગ્યે આવતાં ડ્રાઇવર લાંબી  મુસાફરી કરીને આવેલો  અને આરામ ન થવાના કારણે આ ગાડી પલટી જવાનો બનાવ બન્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર ત્રણ જણને વધુ સારવાર હેઠળ ભુજ ખસેડાયા હતા . અન્ય ઇજા પામેલા  15 જેટલાની સારવાર  ડો. ઉદયભાઇ  તથા સ્ટાફે  કરી હતી.