ભચાઉના છાડવારા નજીક સીમમાં 4.51 લાખના વાયરની ચોરી
ભચાઉના છાડવારા નજીક સીમમાં કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન ખુલ્લી જગ્યામાંથી તસ્કરોએ રૂા. 4,51,000ના વાયરની ચોરી કરી હતી. આ બનાવ અંગે કંપનીના સુપરવાઈઝરએ ભચાઉ પોલીસ મથકે નોધાવેલ ફરિયાદ અનુસાર . છાડવારા ગામની સીમમાં કોશલ એનર્જી પ્રા. લિમિટેડ નામની કંપની દ્વારા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જેથી આ સીમમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી . આ કામગીરી માટે અહીં ડ્રમ મૂકવામાં આવ્યા હતા જે જુદા-જુદા ડ્રમમાં વાયર મૂકવામાં આવ્યા હતા. ખુલ્લી જગ્યાએ મૂકવામાં આવેલા ડ્રમમાંથી તસ્કરોએ રૂા. 4,51,000ના 464.5 મીટર વાયરની ચોરીકરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .