મુન્દ્રામાં જુગારના અડા પરથી પોલીસે પાંચ ખેલીઓને પકડી પડ્યા
મુન્દ્રામાં દીઆ પાર્કની બાજુમાં મકાનમાં ધમધમતા જુગારના અડા પર પોલીસે છાપો મારી પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા. મુન્દ્રા પોલીસને બાતમી મળી હતી કે, દીઆ પાર્કની બાજુમાં એક શખ્સ મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી પોતાના ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હતા . આ બાતમીના આધારે સાંજે મુન્દ્રા પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા શખ્સોની ધરપકડ કરી હતી. દરોડા દરમ્યાન જુગારીઓ પાસેથી રોકડા રૂા. 34,400 તથા ત્રણ મોબાઇલ ફોન કિં. રૂા. 15,000 એમ કુલ્લે રૂા. 49,400નો મુદ્દામાલ મુન્દ્રા પોલીસે હસ્તગત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.