લાકડિયા નજીક ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો : કિશોર સહિત ત્રણ શખ્સોના મોત
copy image

ભચાઉના લાકડિયા નજીક હાઇવે પર ડમ્પરના ચાલકે આગળ જતાં ટ્રેક્ટરને હડફેટે લેતાં તેમાં સવાર કિશોર સહિત ત્રણેય શખ્સોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. સૂત્રો દ્વ્રારા મળતી માહિતી મુજબ સવારના આરસામાં આ અકસ્માત સર્જાયો હતો . યુવાન પોતાના કબજાના મોટરસાઈકલ પર એરંડાની બે બોરી ભચાઉ ખાતે એ.પી.એમ.સી.માં વેચવા જતા હતા. આ દરમ્યાન ટ્રેક્ટર ચાલક પણ ટ્રેક્ટર માં એરંડા ભરીને ભચાઉ વેચવા જતા હતા. બે બાચકા ટ્રેક્ટરમાં નાખી યુવાન પણ તેમની સાથે જવા નીકળ્યા હતા, ત્યારે સરહદ ડેરી સામે પાછળથી દોડી આવતા ડમ્પરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લીધું હતું. અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર કિશોર સહિત ત્રણેય લોકો રોડ ઉપર પડી ગયા હતા. આ દરમ્યાન ધસમસતા આવી રહેલા વાહનના પૈડાં તેમના ઉપર ફરી વળ્યાં હતાં. જેને પગલે ત્રણેય વ્યક્તિને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. , પરંતુ ટ્રેક્ટરમાંથી પડી ગયા બાદ કયાં વાહનનાં પૈડાં તેમના ઉપર ફરી વળ્યાં છે, તે બાબતે પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત ના બનાવથી વાગડ પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઇ હતી .