ખેડોઈમાં યુવાનને કેરી તોડતી વખતે વીજશોક ભરખી ગયો

vij-sok

copy image

copy image

અંજાર તાલુકાના ખેડોઈ ગામમાં વીજશોક લાગવાથી યુવાનનું મોત થયું હતું. સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, , ખેડોઈના આશાપુરા પેટ્રોલ પંપ નજીક એક શખ્સની વાડીમાં સવારના આરસમાં આ બનાવ બન્યો હતો. યુવાન લોખંડના પાઈપ વડે ઝાડમાંથી કેરી તોડી રહ્યા હતા. તે દરમ્યાન પાઈપ વીજ વાયર સાથે અડી જતાં તેમને જોરદાર વીજશોક લાગ્યો હતો. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં અંજાર સરકારી હોસ્પિટલના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.