મેઘપર બોરીચીમાં પ્લોટ બારોબાર વેચી કાઢ્યાના મુદ્દે વકીલ સહિત આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

અંજારના મેઘપર બોરીચીમાં ખોટું નામ અને બનાવટી દસ્તાવેજો વડે બે પ્લોટ બારોબાર વેચાણ કરવા મુદ્દે વકીલ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. 11/10/2023થી તા. 24/05/2024 સુધીના અરસામાં આ બનાવ બન્યો હતો. માંડવી તાલુકાના રામપર વેકરાના ફરિયાદીએ ત્રણ આરોપી , ફરિયાદીનું ખોટું નામ ધારણ કરનાર શખ્સ , દસ્તાવેજમાં જણાવેલા મોબાઈલ નંબર ધારક, સ્ટેમ્પ પેપર ખરીદનાર શખ્સ ., ખોટી નોટરી કરનાર વકીલ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદીએ મેઘપર બોરીચીમાં ભગીરથનગર સોસાયટીમાં પ્લોટ નં. 425 અને 426વાળા બંને પ્લોટ તા. 17/12/2005માં દરસ્તાવેજથી એક શખ્સ પાસેથી ખરીદ્યા હતા. પ્લોટ માલિક પોતાના પ્લોટ ઉપર જતા આ પ્લોટ વેચાણમાં મુકાયા છે અને લોકો પ્લોટ જોવા માટે આવતા હોવાનું બાહર આવ્યું હતું. આ અંગે તપાસ કરતાં કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદીનું ખોટું નામ ધારણ કરી આધારકાર્ડ ઉપર બીજી વ્યક્તિનો ફોટો લગાવી ખોટી સહી સાથે આ મિલકત આરોપી ને વેચાણ કરાઈ હતી.આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે આરોપીઓ હજાર રહ્યા હતા. ત્યારબાદ આરોપી પ્લોટ નં. 425 તા.. મૂળ માલિકે આરોપી સાથે પ્લોટ પાછા આપવા માટે વાતચીત કરી હતી. દસ્તાવેજના કાગળો તૈયાર કરનાર આરોપી મોબાઈલ નંબરધારકે આરોપીના જણાવવાથી દસ્તાવેજી કાગળો તૈયાર કર્યા હતા. ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજ કરી પ્લોટ બારોબાર વેચાણ કરવાના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.