અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલ મુખ્ય ખુલાસાઓ
બન્ને એન્જિન હવામાં જ બંધ થયા, ફ્યુલ સ્વીચ ‘RUN’ માંથી ‘CUTOFF’ માં જતી રહી.
કોકપિટ ઓડિયો :
“તે કટઓફ કેમ કર્યું?”
” મેં નથી કર્યું”
RAT (Ram Air Turbine) એક્ટિવ થયું એટલે સંપૂર્ણ પાવર લોસ
એન્જિન 1 થોડું રિકવર થયું પણ એન્જિન 2 બીજી વાર શરૂ ન થઈ શક્યું.
ફ્યુલમાં કોઈ ભેળસેળ નહીં, સંપૂર્ણ રીતે સાફ.
ફ્લેપ્સ 5 ડીગ્રી ઉપર, લેન્ડિંગ ગેર નીચે હતા – ટેકઓફ માટે અનુકૂળ સેટિંગ
કોઈ બર્ડ હિટ નહીં, વાતાવરણ સાફ, હલકી એવી હવા અને દ્રશ્યતા પણ સારી
બન્ને પાયલટ સ્વસ્થ, અનુભવી અને આરામ કરેલો
FAA એ પહેલાં જ ફ્યુલ સ્વીચની ડિજાઇનની ખામીને લઈને ચેતવણી આપી હતી પરંતુ એર ઇન્ડિયાએ નિરીક્ષણ ન કરાવ્યું.
વિમાનનું વજન અને સંતુલન બરાબર હતું, અને વિમાનમાં કોઈ ખતરનાક સામાન ન હતો