ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સોની ધરપકડ
ગાંધીધામના જૂની સુંદરપુરીમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીઓ ને પોલીસે ઝડપી પડ્યા રોકડ રૂા. 15,300 હસ્તગત કર્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરીમાં ખેતરપાળ ફળિયામાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં બેઠેલા શખ્સોને ઝડપી પડ્યા હતા. પત્તા ટીંચતા અને પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 15,300 તથા એક મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યો હતો.