ભારાસરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કાર્યો
ભારસર ગામે પરિણીતા એ ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું હતું. . આ અંગે માનકૂવા પોલીસ મથકે પરિણીતાના પતિએ નોધાવેલ ફરિયાદ મુજબ સવારના આરસમાં તેઓ પોતાના ઘરે સૂતા હતા ત્યારે દીકરાએ માતા અંગે પૂછતાં ફરિયાદી ઊઠીને ઘરની બહાર ગોદામમાં તપાસ કરતાં તેમના પત્ની પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતા મળ્યા હતા. રાતે બાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે પરણીતાએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું માનકૂવા પોલીસને જણાવ્યુ હતું પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .