વેકરાની બે વાડીમાંથી બોરના વાયરની તસ્કરી
માંડવી તાલુકાના વેકરાની બે વાડીમાંથી પાણીના બોરના વાયર કિં. રૂા. 12 હજારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી ગઢશીશા પોલીસ મથકે રામપર (વેકરા)માં રહેતા ખેડૂતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વેકરાની સીમમાં સ્વામિનારાયણ મંદિરની જમીનમાં ફરિયાદી 10 વર્ષથી વાવેતર કરે છે. રાત થી સવાર સુધી આ વાડીમાંથી પાણીના બોરના 40 મીટર વાયર કિં. રૂા. 8000 અને બાજુની વાડીના માલિકની વાડીમાંથી બોરનો 20 મીટર વાયર કિં. રૂા. 4000 એમ કુલે રૂા. 12,000ના વાયરની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો છે . પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .