ભચાઉમાં અકસ્માતના જુદા-જુદા બનાવમાં બે યુવાનોના મોત
ભચાઉ માર્ગ પર અકસ્માતના જુદા-જુદા બનાવમાં જૂની મોટી ચીરઈ રેલવે બ્રિજ પર ટ્રેઈલરની ટક્કરે યુવાન નું મોત થયું હતું. જ્યારે વાંઢિયાથી લખાપર જતા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતાં શખ્સને કાળ ભરખી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા. 22/5ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. જૂનાવાડા ખાતે રહેતા એક શખ્સનો પુત્ર ભઠ્ઠામાં મજૂરીકામ કરતો હતો. ઓવરબ્રિજ પાસે ટ્રેક્ટરમાં પંચર થતાં પાછળ ઊભા હતા. તે દરમિયાન ટ્રેઈલરના ચાલકે યુવાનને હડફેટે લેતાં ગંભીર ઈજાથી યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માતની અન્ય ઘટના વાંઢિયા ખાતે એક શખ્સનાં ઘર પાસે બની હતી. તા.24/5ના સાંજના આરસમાં શખ્સ મોટરસાઈકલ હંકારીને જતા હતા, ત્યારે ટ્રેક્ટરના ચાલક એ ટક્કર મારતાં યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી યુવાનને હોસ્પિટલ ખસેડયો હતો, પરંતુ હતભાગીને સારવાર હેઠળ મોત નીપજયું હતું . આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .