તુણાના વાડીવિસ્તારમાં વીજમોટર થકી વીજશોક લાગતાં વૃદ્ધનું મોત
અંજાર તાલુકાના તુણા ગામના વાડીવિસ્તારમાં વીજ મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં વૃદ્ધ નું મોત થયું હતું, તુણા ગામના વાડીવિસ્તારમાં વાડી ધરાવનારા વૃદ્ધ સવારના આરસામાં પોતાની વાડીએ હતા. વૃદ્ધ પાણી માટે વીજ મોટર ચાલુ કરવા ચાંપ દબાવવા જતાં તેમને વીજશોક લાગ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .