ગુંદાલા નજીક ટ્રેઈલરના હડફેટમાં આવતા બાઈકચાલકનું મોત
મુન્દ્રા તાલુકાના ગુંદાલા નજીક પેટ્રોલપંપ પાસે અજાણ્યા ટ્રેઇલરની હડફેટે બાઈક ચાલક યુવાનનું મોત થતા અરેરાટી પ્રસરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છસરા ગામનો યુવાન નજીકમાં આવેલ નીલકંઠ સોલ્ટ નામની કંપનીમાં ફરજ બજાવતો હતો. યુવાન સવારના આરસામાં બાઈક લઇને નોકરીએ જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર નસીબ થાય તે પહેલાં મોત નીપજયું હતું. મૃતક યુવાનની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી.