ભચાઉમાં સગીર કાકાએ બે વર્ષીય ભત્રીજાનું ગળું દબાવી હત્યા કરી
ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર એક વર્ષ અને 10 માસના બાળકને દુકાને કુરકુરે અપાવવા લઇ જઇ એક કિશોર કૌટુંબિક કાકાએ બાળકનું ગળું દબાવી તેની હત્યા કરી પાણીના ખાડામાં ફેંકી દીધો હતો. માસૂમ બાળકની હત્યાના પગલે અરેરાટી પ્રસરી હતી. પોલીસના સ આપતાં જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના શખ્સ છેલ્લા વીસેક વર્ષથી ભચાઉમાં રહે છે. કુલ્ફી વેચીને પેટિયું રળતા આ શ્રમિકને ત્રણ દીકરી બાદ પુત્ર થયો હતો. હિંમતપુરા વિસ્તારમાં રહેનાર આ શ્રમિક ઉપર આભ ફાટી પડયું હતું. આ શ્રમિકના મામાનો દીકરો 17 વર્ષીય આરોપી વારંવાર અહીં કૌટુંબિક ભાઇની મદદ માટે આવતો હતો. આ કિશોરને ફરિયાદીના પત્ની બાળકને તારે સંભાળવાનું છે, તારે આ બાળકને રમાડવાનું છે તેવું ઠપકો આપતા હતા. તેનું મનદુખ રાખીને આરોપીએ આ કરુણ અંજામ આપ્યો હતોરાત્રે બાળકને દુકાનેથી કુરકુરે અપાવવા આ આરોપી લઇ ગયો હતો. બાદમાં ગુસ્સે થઇ બાળકનું ગળું દબાવી માસુમ બાળકને મોતના મુખમાં ધકેલી દીધો હતો અને પછી હિંમતપુરા નજીક રેલવે ટ્રેક પાસે પાણીના ખ બોચિયામાં ફેકી દીધો હતો નજીકમાં જ પ્રસંગ હોવાથી બાળક કિશોર સાથે ત્યાં હશે તેવું માનીને તેની શોધ કરાઇ નહોતી, પરંતુ રાત્રે મોડું થતાં આ બાળ આરોપીને ફોન કરાતાં તેનો ફોન બંધ આવતાં બાળકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પરિવારજનોએ સતત આરોપીને ફોન કર્યો હતો. સાથોસાથ બંનેની તપાસ ચાલુ કરી હતી, પરંતુ બંનેનો ક્યાંય પતો લાગ્યો ન હતો. બાદમાં આરોપીએ પોતાનો ફોન ચાલુ કરતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે બાળકનું ગળું દબાવી, રેલવે ટ્રેક નજીક પાણીના ખાડામાં નાખી દીધો હોવાનું બહાર આવ્યું હતું. બાળકના માતા-પિતા તે ખાડા પાસે જઇ બાળકને બહાર કાઢી હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોશીત કર્યો હતો. બાળકની લાશનું પોસ્ટ મોટ્મ કરાવવા જામનગર લઇ જવાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની ઉંમર સંબંધે હજુ અવઢવ હોવાથી મધ્યપ્રદેશથી તેના જન્મના દાખલા વગેરે મંગાવાયા હોવાનું બહાર આવ્યું હતું. ત્રણ દીકરી બાદ એકના એક દીકરાની હત્યાના બનાવથી ભારે અરેરાટી પ્રસરી હતી.