ભુજપુરમાં 24 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું
માંડવીની દીકરી અને ભુજપુર 24 વર્ષીય પરણેલી પરિણીતાએ બપોરના આરસામાં પોતાના ઘેર ભુજપુર મધ્યે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ખેતીવાડીનો વ્યવસાય કરતા તેમના પતિ અને કુટુંબીજનોએ પરિણીતાને સારવાર માટે માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી તેમને પોસ્ટમોર્ટમ માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ધારાસભ્યને બનાવની જાણ થતાં તેઓએ શોક વ્યકત કરી હોસ્પિટલ અને પોલીસ પ્રક્રિયા તુરંત કરાવવા સૂચન કર્યું હતું. . આ બનાવ અંગે તપાસ કરતાં અઢી વર્ષ પહેલાં પરિણીતા તથા તેની બહેનનાં લગ્ન સાથે થયાં હતાં. તેમના બે નાના ભાઈ માંડવી રહે છે. હજુ બે દિવસ પહેલાં પરિણીતા પોતાના માતા પિતાનાં ઘેર આવી હતી, ત્યારે એકદમ બરાબર હતી. અચાનક આ સમાચાર મળતાં કુટુંબ અને પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું. સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા.