અંજારના ખારા પસવારિયા માર્ગ પર 77.88 લાખનો ચોરાઉ ભંગાર જપ્ત
અંજારના ખારા પસવારિયા માર્ગ પર આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસે ચોરાઉ કે છળકપટથી મેળવાયેલ રૂા. 77,88,000નો ભંગારનો જથ્થો હસ્તગતકર્યો હતો. . અંજારની સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. અંજાર જીઆઈડીસીથી ખારા પસવારિયા રોડ, ક્રેસા સ્ટીલ પાસે પ્લોટનંબર પાંચ, નવકાર ફીડર ખુલ્લા પ્લોટમાં પોલીસ ધસી ગઈ હતી. ગાંધીધામનો શખ્સ કંડલાથી નીકળતી ગાડીઓ સામખિયાળીની સ્ટીલ કંપનીમાં જાય તે પહેલાં ચાલકોનો સંપર્ક કરી આ પ્લોટમાં બોલાવી લોખંડનો ભંગાર ઉતરાવી લેતો હતો અને વાડામાં આ ચોરાઉ કે છળકપટથી મેળવાયેલ માલ રાખવામાં આવતો હતો. પોલીસે અહીં દોરડો પાડી બે ડમ્પર, એક ટ્રક તથા વાડામાંથી કુલ રૂા.77,88,000નો લોખંડનો ભંગાર હસ્તગત કર્યો હતો. સાથોસાથ બે ડમ્પર, ટ્રક, ટ્રેકટર લોડર, બાઈક, વજનકાંટો પણ કબજે લેવામાં આવ્યા હતા તથા અહીં હાજર મળેલા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા . મુખ્ય આરોપી પોલિસ પકડ થી બહાર હતો. ખરેખર મુખ્ય સૂત્રધાર મનાતો આ શખ્સ જ મુખ્ય છે કે પછી તે માત્ર એક મહોરું અને તેની પાછળ અન્ય કોઈ છે તે સહિતની દિશામાં પણ તપાસ થવી જરૂરી છે જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી